પ.પૂ.શ્રી રંગ અવધૂત મહારાજ ની 50મી પુણ્યતિથી મહોત્સવ વર્ષ નિમિતે શ્રી દૈવજ્ઞ સમાજ મિત્ર મંડળ વાપી દ્વારા શ્રી રંગ દૈવજ્ઞ ભવન ખાતે શ્રી રાકેશભાઈ જોષી ના સાનિધ્યમાં તા.29/4/2018 ને રોજ "ભજન સંધ્યા" નું આયોજન કરવામાં આવ્યું હતુ.
શ્રી રાકેશભાઈ જોષી, મિત્ર મંડળ ના પ્રમુખ શ્રી દિપકભાઈ આગલાવે , ટ્રસ્ટી મંડળ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ તળેકર,સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગજરે, સમાજ ના અગ્રણી કાર્યકર એવા શ્રી દિલીપભાઈ ગજરે તથા શ્રી દીપકભાઈ હટકર એ દીપ પ્રાગટ્ય કરી ભજન સંધ્યા નો શુભઆરંભ કર્યો હતો.
આ ભજન સંધ્યામાં વાપી તેમજ દમણ, સેલવાસ, વલસાડ, બીલીમોરા એવા અન્ય ગામો માંથી પણ રંગ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી ભજન સંધ્યા નો આનંદ માણ્યો હતો. શ્રી રાકેશભાઈ જોષી એ એમના મધુર સ્વરમાં અવધૂતિ આનંદ ના ભજનો ની પ્રસ્તુતિ કરી હતી. ભજન સંધ્યાના અંતે અવધૂતી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
Page - 1 / 2
|
Page - 1 / 2