શ્રી દૈવજ્ઞ સમાજ મિત્ર મંડળ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શાળા ના વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવા તા.25/6/2017 ના રોજ ઈનામ વિતરણ સમારોહ નું આયોજન સમાજ ના હોલ "શ્રી રંગ દૈવજ્ઞ ભવન" વાપી ખાતે કરવામાં આવ્યું હતું.ઇનામ વિતરણ સમારોહ માં K.G થી લઇ ધોરણ 12 સુધીના દરેક વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમારંભ ના પ્રમુખ સ્થાને I.T ક્ષેત્ર ના નિષ્ણાત અને હાલે Microsoft માં કાર્યરત એવા શ્રી મયુરભાઈ ઢોંડેકર ને બિરાજમાન કરાયા હતા. તેમજ અતિથિ વિશેષ રૂપે શ્રી કેયુર તળેકર , કરાટે માં PHD ની પદવી મેળવનાર શ્રી અગમ ચોનકર , દમણ દૈવજ્ઞ સમાજના પ્રમુખ શ્રી આનંદ ડાભાડે વિગેરે જેવા મહાનુભાવો ને આમંત્રિત કરાયા હતા. મિત્ર મંડળના પ્રમુખ શ્રી દિપક આગલાવે તથા વાપી દૈવજ્ઞ સમાજ ના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગજરે ના માર્ગદર્શન અને સહયોગ થી આ સમારોહ નું સુંદર રીતે આયોજન કરાયું હતું.