શ્રી રંગ અવધૂત પરિવાર લીંચ , ચલા-વાપી તેમજ શ્રી દૈવજ્ઞ સમાજ વાપી દ્વારા સામુહિક યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ નું આયોજન તા. 5/02/2018 ને સોમવાર ના રોજ શ્રી રંગ કુટીર ચલા વાપી ખાતે કરવામાં આવ્યું હતુ. સમારોહ માં અમદાવાદ થી લઇ મુંબઈ સુધીના 52 બટુકો એ વલસાડ ના કથાકાર શ્રી રાકેશભાઈ જોશી ના સાનિધ્યમાં યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા. સમારોહ ને સફળ બનાવવા બદલ સમારોહ ના આયોજન માં અગ્રીમ એવા શ્રી દિલીપભાઈ ગજરે , શ્રી અનંતભાઈ યજ્ઞેશ્વરી તથા વાપી દૈવજ્ઞ સમાજના પ્રમુખ એવા શ્રી પ્રકાશભાઈ ગજરે એ સર્વે કાર્યકર્તા અને દૈવજ્ઞ સમાજના બાંધવોનો આભાર વ્યક્ત કર્યો હતો.